જૂનાગઢના નાગરિકોને પાકિસ્તાનનું નાગરિકત્વ આપો: સિંધ કોર્ટમાં અરજી

Wednesday 02nd October 2019 07:30 EDT
 

અમદાવાદઃ આઝાદી વખતનો ઈતિહાસ જાણીતો છે કે હૈદરાબાદ અને કાશ્મીર ઉપરાંત જૂનાગઢને પણ પાકિસ્તાનમાં ભેળવવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. જોકે હજી જૂનાગઢ-પાકિસ્તાન વચ્ચે સેતુ સાવ તૂટ્યો નથી. કેમ કે કેટલાક જૂનાગઢના મુસ્લિમ પરિવારો પાકિસ્તાન સામે સામાજિક વ્યવહાર ધરાવે છે. કાયદેસર પ્રક્રિયા કરી આ પરિવારો એકબીજા દેશો વચ્ચે આવન-જાવન કરતાં રહે છે. જોકે, જૂનાગઢ અને પાકિસ્તાન વચ્ચે અતૂટ બંધન સ્થાપવાનો લેટેસ્ટ પ્રયાસ પાકિસ્તાનની સિંધ હાઈ કોર્ટમાં થયો છે. આ કોર્ટમાં છોટુ મીયાં નામના અરજદારે અરજી કરી છે કે જૂનાગઢના નાગરિકોને પણ પાકિસ્તાનનું નાગરિકત્વ આપવું જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter